જૂનાગઢ જિલ્લાની આ સ્કૂલમાં એકસાથે 11 વિદ્યાર્થિનીઓ કોરોના સંક્રમિત, વાલીઓમાં ફફડાટ
જૂનાગઢ જિલ્લાના કેશોદમાં ટ્રસ્ટ સંચાલિત કે.એ. વણપરિયા સ્કૂલમાં એકસાથે 11 જેટલી વિદ્યાર્થિની કોરોના પોઝિટિવ આવતાં ખળભળાટ મચી ગયો છે. એક સાથે આટલી બધી વિદ્યાર્થીનીઓ કોરોના સંક્રમિત થતા શાળાનું વહીવટી તંત્ર દોડતું થઈ ગયું છે.