Junagadh Accident : સોમનાથ હાઈવે પર 2 કાર વચ્ચે ભયંકર અકસ્માત, 7 લોકોના મોતથી અરેરાટી
Junagadh Accident : સોમનાથ હાઈવે પર 2 કાર વચ્ચે ભયંકર અકસ્માત, 7 લોકોના મોતથી અરેરાટી
જેતપુર- સોમનાથ હાઈવે પર બે કાર વચ્ચે અકસ્માત સર્જાતાં 7 લોકોના કમકમાટીભર્યો મૃત્યુ નિપજ્યાં છે. કારની ટક્કર એવી જોરદાર હતી કે, ઘટનાસ્થળે જ 7 લોકોના મોત થયા છે. અકસ્માત જૂનાગઢના ભંડુરી નજીક માર્ગમાં સર્જાયો હતો. એક કારમાં પાંચ વ્યકિત તો બીજી કારમાં બે વ્યકિત સવાર હોવાની માહિતી મળી છે. સાત લોકોના મોતથી જેતપુર- સોમનાથ હાઈવે પર હૃદયદ્વાવક દ્રશ્યો સર્જાયો હતો. તમામ મૃતકોના મૃતદેહને માળિયા હાટિના સરકારી હોસ્પિટલ લઇ જવાયા છે. અકસ્માત કેવી રીતે સર્જાયો તે અંગે હજુ કોઈ માહિતી મળી નથી. અકસ્માતની જાણ થતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે અને તપાસ હાથ ધરી છે. અકસ્માતના કારણે રસ્તા પર ટ્રાફિક જામ પણ થયો હતો.