ABP News

Junagadh Corporation Election Result: જૂનાગઢ મનપામાં ગિરીશ કોટેચાના પુત્રની હાર

Continues below advertisement

Junagadh Corporation Election Result: જૂનાગઢ મનપામાં ગિરીશ કોટેચાના પુત્રની હાર 

Junagadh Election: ભાજપને જુનાગઢ નગરપાલિકામાં મોટો ઉલટફેરનો સામનો કરવો પડ્યો છે. સવારથી શરૂ થયેલી મતગણતરીમાં ભાજપના દિગ્ગજ નેતાને મોટો ઝટકો લાગ્યો છે. વૉર્ડ નંબર 9માં ગિરીશ કોટેચાના દીકરાની ભૂંડી હાર થઇ છે. દીકરો પાર્થ કોટેચા ભાજપની પેનલમાંથી હારી ગયો છે. 

જુનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં મોટો ઉલટફેર થયો છે. તાજા અપડેટ પ્રમાણે, ભાજપના દિગ્ગજ નેતા ગણાતા ગિરીશ કોટેચાના દીકરા પાર્થ કોટેચાનો પરાજય થયો છે. આ કારમા પરાજય બાદ જુનાગઢ મહાનગરપાલિકામાંથી કોટેચા પરિવારનો એકડો નીકળી ગયો છે. જુનાગઢ મહાનગપાલિકામાં ભાજપની પેનલમાં ત્રણ ઉમેદવારોની જીત થઇ છે પરંતુ પાર્થ કોટેચાની હારથી સમીકરણો બદલાયા છે. અત્યાર સુધીની મતગણતરી પ્રમાણે જુનાગઢ નગરપાલિકામાં ભાજપને 23 અને અપક્ષને 1 બેઠક મળી ચૂકી છે. અહીં અપક્ષ ઉમેદવાર અશ્વિન રબારીએ જુનાગઢમાં ભાજપને ઝટકો આપ્યો છે. 

જુનાગઢ જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી. જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ટેન્ટેટીવ 44.32 ટકા અને જિલ્લાની નગરપાલિકાઓમાં 66.63 ટકા મતદાન થયું હતું. જિલ્લાની નગરપાલિકાઓમાં બાટવા 59.36, માણાવદર 56,માંગરોળ 67.20, વિસાવદર 65.54, વંથલી 69.45 અને ચોરવાડ નગરપાલિકાની ચૂંટણીમાં 79.45 ટકા એમ સરેરાશ અંદાજિત 66.63 ટકા  મતદાન શાંતિમય રીતે સંપન્ન થયું હતુ. વંથલી તાલુકા પંચાયત કણજા બેઠકની પેટા ચૂંટણીમાં 50.74 ટકા મતદાન થયું હતું.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram