Junagadh Gadi Controversy | મહંત તનસુખગિરિ દેવલોક પામવાને લઈ હોસ્પિટલે કર્યો સૌથી મોટો ધડાકો
મહંત તનસુખ ગિરીજી બ્રેન ડેડ ન હોવાનો રાજકોટ હોસ્પિટલના પ્રવક્તાએ ખુલાસો કર્યો છે. તનસુખ ગિરીજી જ્યાં સ્ટારવાર લઈ રહ્યા હતા તે ગોકુલ હોસ્પિટલ તરફથી મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. તનસુખ ગિરીજીની સારવાર તેમના પરિવારની હાજરીમાં થઈ હતી, તેવું હોસ્પિટલના પ્રવક્તાએ જણાવ્યું. તનસુખ ગિરીજી આંખો ખોલી અને હાથ ઊંચા પણ કરતા હતા. તનસુખ ગિરીજીને મળવા જૂનાગઢથી કેટલાક સંતો આવ્યા હતા, તેવું પણ તેમણે જણાવ્યું છે. તો હોસ્પિટલના સીસીટીવી અને આરોગ્યની હિસ્ટરી આપવા માટે પણ હોસ્પિટલે તૈયારી બતાવી છે.
"પૂજ્ય મહંતશ્રી અમારે ત્યાં 14મી નવેમ્બરના રોજ રાત્રે 11 વાગ્યાની આસપાસ દાખલ થયા હતા. એની પહેલા એ જૂનાગઢ હતા અને જૂનાગઢમાં એમને 20-25 દિવસથી તાવની તકલીફ હતી. પ્લસ એ ડાયાબેટિક અને હાઈપરટેન્સિવ પેશન્ટ હતા અને છેલ્લે જૂનાગઢમાં એમને ઝાડામાં લોહી પડવાનું ચાલુ થયું. એટલે ત્યાંથી ડોક્ટરે એવું કીધું કે ભાઈ હવે આની વધુ સારવાર માટે તમે રાજકોટ લઈ જાવ તો વધારે સારું. કારણ કે રાજકોટમાં મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખૂબ સારું છે. એટલે એ લોકો અમારે ત્યાં આવ્યા હતા અને અહીંયા અમે એમને સારવાર આપવાની ચાલુ કરી હતી.
અમારા પ્રોટોકોલ પ્રમાણે રોજ સવારે અને સાંજે અમારા કન્સલ્ટન્ટ જે ક્રિટિકલ કેરના છે એ લોકો રાઉન્ડ લેતા હતા. રાઉન્ડ લીધા પછી બાપુના સેવકોને બોલાવી અને એમની સાથે બાપાને મેળવતા હતા. અને રેગ્યુલર અમે જ્યાં સુધી વેન્ટીલેટર ઉપર નહતા ત્યાં સુધી વાત કરાવતા હતા અને વેન્ટીલેટર ઉપર આવ્યા પછી મે એમને કહેતા હતા કે બાપુ આંખ ખોલો તો એ આંખ ખોલતા હતા, હાથ ઊંચો કરો તો એ હાથ ઊંચો કરતા હતા. ધેટ મીન્સ કે જે વાત છે કે બ્રેન ડેડ હતા એ વાત તદન ખોટી છે. એ જે કોઈએ આક્ષેપ કરે છે એ વાહયાત અને પાયાબી પણ છે.
રૂટીનમાં પણ અમારી પાસે ઘણી વખત જે દર્દીઓ હોય છે જે ધર્મના હોય છે, ઘણી વખત કોઈ મોલવી અમારી પાસે આવે છે, ઘણી વખત પાદરી અમારી પાસે આવે છે, કોઈ વખત આચાર્ય શ્રી આવે છે અથવા મહારાજશ્રી આવે છે અને એ લોકો એમને એમ કહે છે કે ભાઈ અમારે દર્દીના દીર્ઘાયુષ માટે પ્રાર્થના કરવી છે. તો એ પાંચ દસ જણા જે આવે છે એ લોકોને અમે ચોક્કસ આઈસીયુમાં એન્ટરટેન કરીએ છીએ કારણ કે આ એક માનવતાનો સવાલ છે, એક શ્રદ્ધાનો સવાલ છે. એમાં અમે ના પાડી અને અમે દર્દીના સગાને દુઃખી કરવા નથી માંગતા. મહનશ્રીના કેસમાં પણ અમારી પાસે જૂનાગઢથી સાધુ સંતો આવ્યા હતા અને એમને કીધું કે બાપુના દીર્ઘાયુષ માટે અમારે પ્રાર્થના કરવી છે. એટલે અમે એમને આઈસીયુમાં લઈ ગયા હતા અને ત્યાં એમણે પ્રાર્થના કરી હતી.
સાહેબ એક વાત એવી પણ આવે છે. વકીલ મારફતે નોટરી કરાવાની વાત. આ વસ્તુ કોઈ હોસ્પિટલના સ્ટાફને ખબર છે કે આવું કાઈ થયું છે કે શું હકીકત છે? ના સાહેબ એ બાબતમાં અમને ખ્યાલ નથી કારણ કે કોઈ કોર્ટ પેરીને કે જે લુક લાઈક વકીલ લાગે એવા કોઈ નહતા. હા સાધુ સંતો હતા એની ભેગા બીજા ત્રણ ચાર જણા હતા. અને આપણને ખ્યાલ નથી આવતો કે ભાઈ આ વકીલ છે કે નોટરી છે. એટલે એ બાબતમાં અમને ખ્યાલ નથી. એટલે સૈશિકા કે આવું કાઈ થયું એ કોઈ હોસ્પિટલના એ અમારા ધ્યાનમાં નથી, અમારી જાણમાં નથી."