જૂનાગઢ ગિરનાર રોપ વે ક્યાં સુધી રહેશે બંધ,શિવરાત્રીનો મેળો બંધ રહેવાના કારણે લેવાયો નિર્ણય
જૂનાગઢમાં ગિરનાર રોપ વે પાંચ દિવસ માટે બંધ રહેશે. જૂનાગઢ મહાશિવરાત્રી મેળો મોકુફ રહ્યા બાદ ગિરનાર રોપ-વે આવતીકાલથી બંધ રાખવાની જાહેરાત કરાઈ છે. જૂનાગઢ ભવનાથ ખાતે યોજાતા મેળો માત્ર સાધુ-સંતો, મંડળોની હાજરીમાં યોજાશે. જેના કારણે આવતીકાલથી 11 માર્ચ સુધી ગીરનાર રોપ-વે યાત્રાળુઓ માટે બંધ રહેશે.પ્રવાસીઓ રોપ વેમાં બેસવા આવે નહીં એટલા માટે નિર્ણય લેવાયો.