Junagadh News । જૂનાગઢમાં ઇકોની ટક્કરે બાઇક સવાર 3 યુવકોના મોત, જુઓ અહેવાલ

Continues below advertisement

Junagadh News । આ દ્રશ્યો છે જૂનાગઢના બાટવા નજીકના.. જ્યા GJ 11 c h 3179 નંબરની ઇકોએ ત્રણ બાઈક પર સવાર યુવાનોને હડફેટે લીધા.. ઇકોની રફ્તાર એટલી હદે હતી કે બાઈક સાથે અથડાતા જ તે સામેના છેડે રોડને પેલે પાર પહોંચી ગઈ હતી.. ઘટનાની તુરંત બાદ ત્રણેય યુવાનોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યા ફરજ પરના ડોક્ટરએ તેમને મૃત જાહેર કર્યા હતા.. માણાવદરના હરદાસ ઓડેદરા,, બાટવાના પરેશભાઈ રામ અને બાટવાના ભરત મોરી નામના ત્રણ યુવાનોના મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.. પરિજનો દ્વારા માંગ કરાઈ હતી કે ઇકો ચાલકને ઝડપી કડક કાર્યવાહી કરવામાં આવે.. પરિજનના જણાવ્યા મુજબ ઇકો ચાલક નાથા દાસાભાઈ કોડિયાતર હોવાનું જાણવા મળ્યું હતું.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram