Junagadh Police | જૂનાગઢ પોલીસ ડ્રાઇવર આત્મહત્યા કેસમાં હાઈકોર્ટે કેમ નારાજગી વ્યક્ત કરી?

Continues below advertisement

Junagadh Police | જુનાગઢ પોલીસ તાલીમ કેન્દ્રના ડ્રાઈવરની આત્મહત્યાનો કેસ. હાઈકોર્ટના આદેશ બાદ DySP અને PSI સામે નોંધાયો હતો ગુનો. 21 માર્ચ 2023ના રોજ બ્રિજેશ લાવડીયાએ કર્યો હતો આપઘાત. DySP ખુશ્બુ કાપડીયા અને PSI પ્રવિણ ખાચર છે આરોપી. પોલીસની કામગીરીથી હાઈકોર્ટે વ્યક્ત કરી નારાજગી. ફરિયાદને પાંચ મહિના થયા છતાં તપાસનું નાટક રમી રહી છે પોલીસ. હાઈકોર્ટે જુનાગઢ રેન્જ ડીઆઈજી નિલેશ જાજડીયાનો લીધો ઉધડો. હાઈકોર્ટની સંમતિ વિના તપાસ તબદિલ કરવામાં આવી. કેટલી તપાસમાં લાઈ ડીટેક્શન ટેસ્ટ કરાવ્યો તેનું એફિડેવિટ રજૂ કરો. મહિલા DySPને બચાવવાનો પ્રયાસ થતો હોવાનું અવલોકન. પોલીસ ફરિયાદમાં આરોપીને સાહેબ લખો છો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram