Rain | જુનાગઢમાં વરસાદી પાણીથી કહેર, ઠેર-ઠેર કેડ સમા પાણી ભરાતા લોકોને હાલાકી
Rain | ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે, જુનાગઢમાં વરસાદે કહેર વર્તાવ્યો છે, જિલ્લાનું બાંટવા શહેર આજે સવારથી જળબંબાકાર થયુ છે. ઠેર ઠેર કેડ સમા પાણી ભરાયા છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના મોટાભાગના ગામો વરસાદી પાણીથી ભરાયા છે. પોરબંદર જિલ્લામાં પણ 11 ઇંચ જેટલો ધોધમાર વરસાદ પડતા ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. રાણા કંડોળા નજીકની સીમ શાળામાં ગઈકાલે વરસાદને કારણે કેટલાક વિદ્યાર્થી અને ચાર શિક્ષકો ફસાયા હતા, તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે, મોરબી, જામનગર, રાજકોટ, બોટાદ, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર અને વડોદરામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.