Junagadh Suicide Case : જૂનાગઢની હોટલમાં મહિલાએ કરી લીધો આપઘાત, શું છે કારણ?
Junagadh Suicide Case : જૂનાગઢની હોટલમાં મહિલાએ કરી લીધો આપઘાત, શું છે કારણ?
જૂનાગઢમાં હોટલની અંદર મહિલાએ આત્મહત્યા કરી લીધી. સત્યમ હોટલના રૂમ નંબર નવમાં મહિલાએ આત્મહત્યા કરી લીધી. જેરી દવા પી અને મહિલાએ પોતાનું જીવન ટૂંકાવ્યું. આત્મહત્યાનું કારણ અંખબંધ છે. મૃતક મહિલાનું નામ નિશા પંચોલી હોવાનો ખુલાસો થયો છે. કયા કારણોસર આત્મહત્યા કરી તે જાણી શકાયું નથી. આ અંગે હોટલ દ્વારા જાણ કરવામાં આવતા પોલીસ આવી પહોંચી હતી. હાલ તો પોલીસે આ મહિલાએ કેમ આપઘાત કર્યો, તે દિશામાં તપાસ શરૂ કરી છે. પોલીસ તપાસ બાદ મહિલાના આપઘાતને લઈ ખુલાસો થઈ શકે છે. અત્યારે તો મહિલાના આપઘાતને લઈ બીજી કોઈ વિગતો મળી નથી.