Junagadh Uttarayan 2024 | જૂનાગઢના ઉપરકોટ પર ધારાસભ્ય સંજય કોરડિયા પતંગ ચગાવી કરી ઉત્તરાયણની ઉજવણી

Junagadh Uttarayan 2024 | આજે દેશભરમાં ઉતરાયણના પર્વની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે.... જે અંતર્ગત જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટ કિલા ખાતે ઉમંગ અને ઉલ્લાસપૂર્વક આ પર્વની ઉજવણી કરાઈ હતી... મનપા દ્વારા આયોજિત પતંગ ઉત્સવમાં પતંગ રસીકોએ મન ભરીને પતંગ ચગાવી હતી... સંગીતના તાલે અને "એ કાપ્યો છે" ના નાદ સાથે ઉપરકોટના કિલ્લા ખાતે એક અનેરો માહોલ જોવા મળ્યો હતો... આ તકે જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયાએ પણ પતંગ ચગાવી હતી... સંજય કોરડીયાએ નગરજનોને મકરસંક્રાંતિના પર્વની શુભેચ્છા પાઠવી હતી... પતંગ ચગાવ્યા બાદ નગરજનો સાથે ગરબાના તાલે ઘૂમતા પણ ઉપરકોટ કિલ્લા ખાતે જોવા મળ્યા હતા...

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola