Kadi by Election : કેન્દ્રીય મંત્રીઓ કડીમાં ભલે ઉતરે, જનતા મારી સાથે છેઃ રમેશ ચાવડા
કડીની પેટાચૂંટણી જીતવા કૉંગ્રેસ અને ભાજપ કરી રહી છે જોરશોરથી પ્રચાર... કૉંગ્રેસ ઉમેદવાર રમેશ ચાવડાએ કર્યો દાવો કે, 10 હજાર મતોની સરસાઈથી જીતીશ. તો ભાજપ ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાએ કર્યો દાવો કે, 60 હજાર મતોની સરસાઈથી જીતીશ. કૉંગ્રેસે ભાજપ ઉમેદવારને ગણાવ્યા આયાતી. ભાજપ પર સરકારી મશીનરીના દુરુપયોગનો પણ લગાવ્યો આરોપ. સાથે જ કહ્યું... દારુ... ચવાણું અને રૂપિયા વહેંચી ભાજપ મેળવે છે વોટ.
કડી વિધાનસભાની પેટાચૂંટણીમાં જીતના દાવા સાથે ભાજપ અને કૉંગ્રેસ જોરશોરથી પ્રચાર કરી રહી છે. કડી વિધાનસભાના મતવિસ્તારમાં ભાજપ ઉમેદવાર રાજેન્દ્ર ચાવડા અને તેની સામે ચૂંટણી મેદાનમાં ઉતરેલા કૉંગ્રેસ ઉમેદવાર રમેશભાઈ ચાવડા મતદારો વચ્ચે જઈને પ્રચાર કરી રહ્યા છે. ચૂંટણી પ્રચારમાં હવે લોભ, લાલચનો મુદ્દો ઉછળ્યો છે.. દસ હજારથી વધુ મતની લીડ સાથે જીતનો દાવો કરનાર કૉંગ્રેસ ઉમેદવાર રમેશભાઈ ચાવડાએ આરોપ લગાવ્યો કે ભાજપ સરકારી મશીનરીનો ઉપયોગ કરી રહી છે. દારૂ, ચવાણું અને રૂપિયા વહેંચી મત મેળવશે..