Kadi-Visavadar Bypoll Election: ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોને લઈને સૌથી મોટા સમાચાર | Abp Asmita

Kadi-Visavadar Bypoll Election: ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોને લઈને સૌથી મોટા સમાચાર | Abp Asmita 

કડી, વિસાવદર પેટાચૂંટણીમાં જામ્યો ત્રિપાંખિયો જંગ. આજે ભાજપ કોંગ્રેસ પોત પોતાના ઉમેદવારની જાહેરાત કરે તેવી શક્યતાઓ છે.. ગુજરાતમાં પેટાચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. ભાજપ અને કોંગ્રેસની સાથે AAPએ પણ તૈયારીઓ તેજ કરી દીધી છે. આ દરમિયાન AAPના ગોપાલ ઇટાલિયાએ વિસાવદર બેઠક પરથી ઉમેદવારી નોંધાવી.

ગુજરાતની વિસાવદર અને કડી વિધાનસભા બેઠકો માટે પેટાચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. બંને બેઠકો માટે મતદાન 19 જૂને થશે અને મતગણતરી 23 જૂને થશે. અહીં આપણે વિસાવદર બેઠક વિશે વાત કરીશું, જેના માટે આમ આદમી પાર્ટીએ યુદ્ધના ધોરણે ચૂંટણી પ્રચાર તેજ કરી દીધો છે અને પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે. હવે મોટો પ્રશ્ન એ છે કે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો ક્યાં છે

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola