Amit Chavda: ગાંધીનગરમાં કાંતિ અમૃતિયાએ પબ્લિસિટી સ્ટંટ કર્યુંઃ અમિત ચાવડા

ગાંધીનગરમાં મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાના રાજકીય વર્તન અંગે ગુજરાત કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ આકરા પ્રહારો કર્યા છે. તેમણે જણાવ્યું કે, ભાજપની "ડબલ એન્જિન" સરકારમાં તમામ લોકો પરેશાન છે, અને આવા 'નાટકો' કરીને પ્રજાનું ધ્યાન મૂળભૂત મુદ્દાઓ પરથી ભટકાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

પ્રજાને ટેક્સના બદલામાં સુખ-શાંતિ મળવી જોઈએ: ચાવડા

અમિત ચાવડાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, "પ્રજાને ટેક્સના બદલામાં, સલામતી અને સુખાકારી મળવી જોઈએ." તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, ધારાસભ્યોએ પોતાના વિસ્તારમાં વિકાસ નથી થતો તે મુદ્દે લડવું જોઈએ અને જ્યાં ભ્રષ્ટાચાર થાય છે તે બાબતે લડત આપી રાજીનામાની ઓફર કરવી જોઈએ, નહીં કે અન્ય કોઈ મુદ્દે.

ચાવડાએ આક્ષેપ કર્યો કે, "બંને મળીને પ્રજાને અન્ય રસ્તે ધ્યાન ભટકાવવા આ બધું ચાલી રહ્યું છે." તેમના મતે, આવા 'નાટકો' ફક્ત "પબ્લિસિટી મેળવવા" માટે થાય છે, જેનો અનુભવ પ્રજાને થઈ રહ્યો છે. તેમણે આ પ્રકારની ઘટનાઓને "અયોગ્ય" ગણાવી અને કહ્યું કે, "આવું ન થવું જોઈએ." આ નિવેદનો ગુજરાતના રાજકારણમાં નવો વળાંક લાવી શકે છે, ખાસ કરીને જ્યારે મોરબીનો મુદ્દો ચર્ચાના કેન્દ્રમાં છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola