Kheda News: ખનન માફિયાઓ બેફામ, એબીપી અસ્મિતાના અહેવાલ ખાણ ખનીજ વિભાગના અધિકારીએ દાવો

ખેડા જિલ્લામાં ખનીજ માફિયાઓ બન્યા છે બેફામ.... ખેડાના અકલાયા ગામમાં પસાર થતી મહિસાગર નદીમાં તો ખનન માફિયાઓએ ગેરકાયદેસર રોડ બનાવી નાંખ્યો છે.... પાણીના વહેણ અટકે નહીં તે માટે મોટી પાઈપો લગાવીને રીતસરના બેઠાપુલનું નિર્માણ કરી દીધું .... જોકે સૌથી આશ્ચર્યની વાત તો એ છે કે ખનીજ માફિયાઓની આ કાર્યવાહીથી ખાણ ખનીજ વિભાગ કે સરકાર અજાણ જ છે.... લોકમાતા મહિસાગર નદીમાં ખનીજ માફિયાઓ પાણીના વહેણ બદલી ગેરકાયદેસર રસ્તો બનાવ્યો... આ રોડ ખેડાથી વડોદરા અને પંચમહાલ જિલ્લાને જોડે છે... છેલ્લા બે વર્ષથી રાણીયા, અકલાચા, સેવાલીયા, પંચમહાલ, વડોદરા, ગળતેશ્વર, ડેસર સહિતના રસ્તાઓને જોડતો રોજ બનાવી દીધો છે.... આટલું જ નહીં ભૂમાફિયાઓએ નદીના કિનારે પણ હજુ એક નવો રોડ બનાવવાની તૈયારી શરૂ કરી દીધી છે... ચોમાસા દરમિયાન મહિસાગર નદી બે કાંઠે વહેતી હોય ત્યારે ગેરકાયદે રેતી ચોરીનો ધંધો ચાલતો રહે તે માટે ગેરકાયદેસર રોડ અને બેઠા પુલનું નિર્માણ કરી દીધું..

એબીપી અસ્મિતાના અહેવાલ બાદ ખાણ ખનીજ વિભાગના અધિકારીએ દાવો કર્યો મહિસાગર નદીમાં બ્રિજ બનાવવા મુદ્દે અમે ગઈકાલે નદીમાં સ્થળ તપાસ કરી હતી.... નદીમાં બનાવેલા બ્રિજ ગ્રામ પંચાયતની સહમતિથી બનાવ્યો... ત્યાં કોઈ પણ પ્રકારનું ગેરકાયદે ખનન ન થતું હોવાનું નજરે પડ્યું નથી... ખાણ ખનીજ વિભાગના અધિકારીના આ જૂઠ્ઠાણા બાદ એબીપી અસ્મિતાના સંવાદદાતાએ આકલાચા ગામના સરપંચનો ટેલિફોનિક સંપર્ક કરતા તેને મંજૂરી મુદ્દે નનૈયો ભણી દીધો.... સરપંચ પતિ ફિરોજ મલેકે દાવો કર્યો કે અમે નદીમાં રસ્તો બનાવવા આવી કોઈ સહમતિ આપી નથી... સરપંચે નનૈયો ભણતા હવે ખાણ ખનીજના અધિકારી પોતાના જ જવાબમાં ફસાયા છે... 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola