Kinjal Dave: સમાજમાંથી બહિષ્કાર કરાયા મુદ્દે ગાયક કિંજલ દવેએ તોડ્યું મૌન, લગ્નનો વિરોધ કરનારાને ગણાવ્યા અસામાજિક તત્ત્વો

Continues below advertisement

ગુજરાતી લોકગાયિકા કિંજલ દવેએ તાજેતરમાં જ એક્ટર-બિઝનેસમેન ધ્રુવિન શાહ સાથે એગેંજમેન્ટ કરી. . તેમણે તેમની જ્ઞાતિમાં નહિ પરંતુ ઈન્ટર કાસ્ટ મેરેજ કરવાનું પસંદ કરતા આ નિર્ણયનો  બ્રહ્મ સમાજમાં ભારે વિરોધ થઇ રહ્યો છે. આ વિરોધ જુદી જુદી પોસ્ટ દ્વારા સોશિયલ મીડિયા પર સામે આવી રહ્યો છે. આખરે વિરોધનો  સિંગર કિંજલ દવેએ પણ વળતો જવાબ આપ્યો છે. એક વીડિયો પોસ્ટ કરીને સિંગર કિંજલ દવેએ વિરોધીઓને જવાબ આપ્યો છે. વીડિયોના માધ્યમથી કિંજલ દવેએ શું કહ્યું જાણીએ..

સિંગર કિંજલ દવેએ વીડિયો પોસ્ટ દ્વારા તેમના વિચારો રજૂ કર્યો છે અને વિરોધીઓને જવાબ આુપ્યો છે. કિંજલ દવેએ કહ્યું કે," બે-ચાર અસામાજિક તત્વો નક્કી કરશે કે દીકરીનો લાઈફ પાર્ટનર કોણ હશે? દીકરીઓ અત્યારે તેજસ જેવા પ્લેનો ઊડાડી રહી છે, યુદ્ધ કરી રહી છે, રણ મેદાનમાં છે, સંસદમાં છે, હમણાં ઓપરેશન સિંદૂર જે થયું એમાં બે દીકરીઓએ લીડ લઈને આપણા દેશને ગૌરવ અપાવ્યું હતું  ત્યારે શું બે-ચાર આવા અસામાજિક તત્વો નક્કી કરશે કે, એક દીકરીનો લાઈફ પાર્ટનર કોણ હશે, હજું આપણે 17મી 18મી સદીમાં જીવીએ છીએ, મહિલાઓને ઘૂંઘટમાં રાખીએ છીએ. હજુ સાટા પ્રથા ચાલે છે. જેની ભોગ હુ બની ચૂકી છું. તો પ્લીઝ દીકરીઓની પાંખ કાપી નાખતા આવા અસાજિકતત્વોને દૂર કરો. આને પહેલા તો કોઈ વિશેષ મોટો મુદ્દો બનાવવાની જરૂર નથી અને આવા જે અસામાજિક તત્વો છે . જે કહે છે. અને આમને  નાત બહાર કરશું, અરે ભાઈ, તમને 5 હજારમાં કોઈ પગાર પર નોકરીએ રાખવા તૈયાર નથી, તમે તમારા ઘરનું અને તમારું સંભાળો પહેલા તો  આવા અસામાજિક તત્વોને, તમામ બ્રહ્મ શક્તિઓને, શિક્ષિત અને સમજણા જેટલા લોકો છે, તેમને મારી વિનંતી છે કે આવા અસામાજિક તત્વોને તમે દૂર કરો. હું અત્યાર સુધી મૌન રહી પરંતુ વાત જ્યારે મારા માતાપિતાની હશે હું ચૂપ નહિ રહું,. મારા પિતા પર વાત આવશે ત્યારે હું ભગવાનને પણ ન છોડવાની તાકાત ધરાવું છું"

 

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola