Kshatriya Samaj | PT Jadeja | રૂપાલાની ઉમેદવારી મંજૂર નહીં, 19 તારીખે ફોર્મ પાછું ન ખેંચે તો પાર્ટ 2

Continues below advertisement

Parshottam Rupala | જેનો બાપ એક તેની વાત એક, અમે અમારી વાત પર અડગ છીએ. મુખ્યમંત્રી, ગૃહરાજ્યમંત્રી અને સી આર પાટીલ તમામ સાથે કાલે વાત થઈ. પરસોત્તમ રૂપાલા ફોર્મ ભરી રહ્યા છે એટલે અને કોઈ કાર્યક્રમ નથી રાખ્યો. આમ કાયદો અને વ્યવસ્થા બગડે તેવું કંઈ કરવા નથી માગતા.આંદોલનની પાછળ કોઈ નથી, આગળ અને પાછળ માત્ર સમાજ છે. સરકારે પણ અમને મદદ કરી છે, મોદીજી ભગવાન છે . કોણ ક્ષત્રિય આગેવાન રૂપાલાને મદદ કરશે તેનું નામ આપે . રૂપાલા 19 તારીખે રૂપાલા ફોર્મ પાછું નહિ ખેંચે તો પાર્ટ 2 શરૂ થશે . 20મી તારીખે અમદાવાદના રાજપૂત ભવન ખાતે બેઠક મળશે . સંકલન સમિતિ અને 92 સભ્યોની બેઠકમાં આગળની રણનીતિ ઘડાશે. પરસોત્તમભાઈમાં ખેલદિલી હોય તો ફોર્મ પાછું ખેચી લે. રૂપાલા ભાજપને નુકશાન પહોચાડવા ના માગતા હોય તો ફોર્મ પાછું ખેચી લે. 19મી એપ્રીલ સુધી અમારો કોઈ કાર્યક્રમ નથી. ક્ષત્રિયો શાંતિથી આંદોલન કરશે. જે ઓડિયો વાયરલ થયા તેના પર પી ટી જાડેજાનું નિવેદન. ભાજપની B, A, કે C ટીમ સંકલન સમિતિ નથી. કોઈ રાજકારણ નથી થયું, એવું હોત તો સમાધાન થઈ ગયું હોત. ક્ષત્રિય સમાજનો રોષ છે છતાં આટલી જીદ કેમ? રૂપાલાની માફી ક્ષત્રિય સમાજને મંજૂર નથી. રૂપાલાને રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ બનાવે તો પણ એમને વાંધો નથી. કોઈ પણને ટિકિટ આપે બસ રૂપાલાની ટિકિટ કાપે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram