કચ્છ: રાપર પાસે ઘાસ ભરેલી ટ્રકમાં આગ, ટ્રકને મોટું નુકસાન પહોંચ્યું, જુઓ ગુજરાતી ન્યુઝ
કચ્છના રાપર પાસે ટ્રકમાં અચાનક આગ લાગી હતી. ટ્રકમાં ઘાસ હોવાથી આગ નું વિકરાળ સ્વરૂપ જોવા મળ્યું હતું. આગના કારણે થોડીવારમાં નાસભાગ મચી હતી. પરંતુ સ્થાનિકોએ પાણીનો છનટકાવ કરીને આગ પર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધરાયા હતા. આગના કારણે ટ્રકને મોટું નુકસાન પહોંચ્યું હતું. આગ કયા કારણે લાગી હતી તે હજુ સ્પષ્ટ નથી થયું.