Kutch Heavy Rain | માંડવીમાં 15 ઈંચ વરસાદથી કેટલાય વિસ્તારો થઈ ગયા જળમગ્ન, જુઓ વીડિયોમાં

Continues below advertisement

કચ્છમાં છેલ્લા 4 દિવસથી વરસાદ વરસી રહ્યો છે.ત્યારે માંડવી તાલુકામાં છેલ્લા 10 કલાકમાં 12 ઇંચ વરસાદ નોંધાયો છે અને જાણે બારે મેઘ ખાંગા થયા હોય તેવું માહોલ સર્જાયું છે અને જળબંબાકાર થયો છે.તો માંડવી જવાના ત્રણેય રસ્તા બંધ કરવામાં આવ્યા છે માંડવી સંપર્ક વિહોણું થયું છે તો આસપાસના ગામડાઓ પણ સંપર્ક વિહોણા થયા છે તો ખાસ કરીને વાત કરવામાં આવે તો મસ્કા ગામમાં પણ ખૂબ પાણી ભરાયાં છે તો જનજીવનને અસર થઈ છે તો લોકોને રેસ્ક્યું પણ કરવામાં આવી રહ્યા છે. આટલા વર્ષોમાં આટલી માત્રામાં વરસાદ આ વિસ્તારમાં ક્યારેય ના પડ્યો હોવાની વાત સ્થાનિક લોકોએ કરી હતી તો લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.માંડવી તાલુકાના અનેક ગામોમાં ઠેર ઠેર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે તો લોકોને સાવચેતી રાખવા માટે પણ અનુરોધ કરવામાં આવી રહ્યું છે.સ્થાનિક તંત્ર દ્વારા તેમજ લોકપ્રતિનિધિઓ દ્વારા લોકોની મદદ કરવામાં આવી રહી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram