Kutch Murder Case : મહિલા દિવસે જ ગુજરાતમાં યુવતીની હત્યા | કોણે અને કેમ કરી હત્યા?
Kutch Murder Case : મહિલા દિવસે જ ગુજરાતમાં યુવતીની હત્યા | કોણે અને કેમ કરી હત્યા?
મહિલા દિવસ પર જ કચ્છમાં યુવતીની હત્યા કરી દેવામાં આવી. અંજારના મેઘપરના પારસનગરમાં 24 વર્ષીય પાયલ ઉત્તમચંદીની હત્યા કરવામાં આવી છે. તીક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા થઈ છે. યુવતીની હત્યાથી વિસ્તારમાં ચકચાર મચી ગઈ. યુવતીની હત્યા કેમ કરવામાં આવી અને શા માટે કરવામાં આવી કોણે કરી એ દિશામાં હવે તપાસ ચાલુ છે.
ગઈકાલે મોડી રાત્રે અંજારમાં 24 વર્ષીય યુવતીની હત્યાનો બનાવ જે છે તે સામે આવ્યો છે. યુવતીના ગળા,પેટ અને હાથ પર હથિયારોનો હુમલો કરીને હત્યા કરી છે. અંજાર પોલીસે ફરિયાદ નોંધી અને લાશ પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ દ્વારા આરોપીઓને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે. ગુનો પણ દાખલ કરી દેવામાં આવ્યો છે અને અત્યારે જે અલગ અલગ એમના એંગલ્સ છે એ બધા એંગલ્સમાં અત્યારે તપાસ ચાલુ છે. જે પ્રાથમિક કારણ લાગી રહ્યું છે એ લોકોની કોઈ એક પર્સનલ
મેટર છે.