Kutch Suicide Case : કચ્છના BSFના મહિલા જવાને કરી લીધો આપઘાત, કારણ અકબંધ
Kutch Suicide Case : કચ્છના BSFના મહિલા જવાને કરી લીધો આપઘાત, કારણ અકબંધ
કચ્છના અબડાસામાં બીએસએફના મહિલા જવાનની આત્મહત્યા. અબડાસાના તેરા ગામમાં બીએસએફના મહિલા જવાને આત્મહત્યા કરી. મહિલા જવાન સેજલબેન ગઢવીએ ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું. મૃતક જવાન ભુજ બીએસએફની 59 બટાલિયનમાં ફરજ બજાવતા હતા. ડિસેમ્બર 2024થી રજા ઉપર ઘરે આવેલા હતા. આ મહિલા જવાન તેમની આત્મહત્યાનું કારણ અકબંધ છે. અબડાસા તાલુકાના તેરા ગામમાં રહેતી બીએસએફ મહિલા જવાને આપઘાત કર્યા હોવાના સમાચાર સામે આવતા બીએસએફ બેડામાં પણ ચકચાર મચી ગઈ છે.તેરા ગામમાં રહેતી 27 વર્ષીય સેજલબેન ગઢવી નામની બીએસએફ જવાને ગઈ કાલે જીવન ટુંકાવ્યું હતું. જોકે, તપાસ બાદ મહિલા જવાનના આપઘાતનું કારણ જાણવા મળી શકે છે.