ગાંધીનગરઃ ભરતીના 7 વર્ષ થયાં છતાં કાયમી નિમણૂક નહીં અપાતા વિરોધમાં ઉતર્યા લેબ ટેક્નિશિયન
Continues below advertisement
રાજ્યના સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા લેબ ટેક્નિશિયન અને લેબ આસીસ્ટન્ટ ગાંધીનગર રજૂઆત કરવા પહોંચ્યા હતા. 2013માં આ તમામની ભરતી થઇ હતી ત્યારે ભરતીના 7 વર્ષ થયાં છતાં કાયમી નિમણૂક નહીં અપાતા બેનરો સાથે વિરોધ કરી કાયમી નિમણૂક પત્ર આપવા રજૂઆત કરી હતી..આરોગ્ય વિભાગ દ્વારા વર્ગ 3 ના કર્મચારીઓની 2013 માં ભરતી કરવામાં આવી હતી..રાજ્યમાં 450 થી વધુ કર્મચારીઓને ભરતીને 5 વર્ષથી વધુ સમય થવા છતાં કાયમી નિમણૂક નહીં અપાતા ગાંધીનગર સચિવાલય ખાતે રજૂઆત કરવા મોટી સંખ્યામાં લેંબ ટેક્નિશિયન પહોંચ્યા હતા. આરોગ્ય વિભાગ અને સરકારમાં અનેક રજૂઆતો કર્યા છતાં કાયમી નિમણૂક પત્રો નહીં અપાતા રાજ્યભરમાંથી આવેલા લેબ ટેક્નિશિયનોએ બેનરો દ્વારા પોતાની માંગ સાથે રજૂઆત કરી હતી..જોકે મંજૂરી વિના જ રજૂઆત કરવા આવેલા લેબ ટેક્નિશિયન કર્મચારીઓની પોલીસે કરી અટકાયત કરી હતી.
Continues below advertisement