ABP News

Leopard Attacks: ગીર સોમનાથ જિલ્લામાં દિપડાનો હાહાકાર, 4 દિવસમાં 4 લોકો પર દીપડાનો હુમલો

Continues below advertisement

ગીર સોમનાથ જિલ્લામાં દીપડાના કારણે મચી ગયો છે હાહાકાર. ચાર દિવસમાં અલગ-અલગ ચાર જગ્યાએ દીપડાએ કર્યા હુમલા. તાલાલા તાલુકાના વિઠ્ઠલપુર ગામમાં બે દિવસમાં બે યુવકો પર દીપડાએ હુમલો કરતાં ઈજાગ્રસ્ત થયા. ગામના ઉપસરપંચ અને ખેડૂતોનું કહેવું છે કે, હવે દિવસે પણ દીપડાઓ ગામમાં ઘૂસી હુમલા કરે છે. વાડીએ જતાં ખેડૂતો ફફડી રહ્યા છે. દીપડાને પકડવા વનવિભાગે પાંજરા મુક્યા છે. પરંતુ દીપડો હજુ પાંજરે પૂરાયો નથી. તો ગીર ગઢડા તાલુકાના ફરેડા ગામે વાડી વિસ્તારમાં દીપડાએ વૃદ્ધાને ફાડી ખાધી હતી.  તો સૂત્રાપાડામાં પરપ્રાંતીય મજૂરના ચાર વર્ષના બાળક પર હુમલો કર્યો હતો. દીપડાના આતંક વચ્ચે ગઈકાલે ઉના શહેરની ગાયત્રી વિદ્યાલયમાં સિંહ ઘૂસી જતાં ખળભળાટ મચી ગયો હતો.. 

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram