Liquor party: હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં દારૂની મહેફિલનો પર્દાફાશ

Continues below advertisement

પાટણની હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી ફરી આવી વિવાદમાં આવી છે. પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં દારૂની મહેફિલનો પર્દાફાશ થયો હતો. ગુજરાત સ્ટેટ બાસ્કેટ બોલ એસોસિએશન તરફથી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે માટે યુનિવર્સિટીની હોસ્ટેલમાં ખેલાડીઓ માટે રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. જો કે ત્યારે જ આણંદથી બાસ્કેટ બોલ રમવા આવેલા ખેલાડીઓએ યુનિવર્સિટીની હોસ્ટેલમાં રાતના સમયે દારૂની મહેફિલ કરી હતી. હોસ્ટેલના રૂમમાં દારૂની બોટલ અને ગ્લાસ, નાસ્તા સાથે દારૂની મહેફિલ ચાલી રહી હતી. ત્યારે જ હોસ્ટેલના રેક્ટરને રૂમની તપાસ કરતા દારૂની મહેફિલ પકડાઈ હતી. રેક્ટરે પકડવા જતા ખેલાડીઓએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જેમાંથી એક ખેલાડીએ સિક્યોરિટી ગાર્ડ પર ગાડી ચઢાવવાનો પણ પ્રયાસ કર્યો હતો. જો કે યુનિવર્સિટીના તમામ ગેટ બંધ કરીને આખરે એ ખેલાડીને પણ પકડી પાડવામાં આવ્યો હતો. દારૂની મહેફિલ મુદ્દે હજુ સુધી કોઈ સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram