
Bharuch News: ભરૂચમાં LIVE રેસ્ક્યુ, હોડીની મદદથી બચાવવામાં આવી યુવાનની જિંદગી
Continues below advertisement
ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પરથી યુવકે નદીમાં ઝંપલાવી આત્મહત્યાનો કર્યો પ્રયાસ. નદી કિનારે રહેતા સ્થાનિકોએ યુવકનો બચાવી લીધો જીવ.. યુવકના રેસ્ક્યુનો લાઈવ વીડિયો આવ્યો સામે...
ઊંડી નર્મદા નદીમાં થયું એક જિંદગીનું રેસ્ક્યુ. LIVE રેસ્ક્યુના આ દ્રશ્યો ભરૂચના છે.. જ્યાં શનિવારની રાત્રે સુરતના એક યુવકે આર્થિક તંગીથી કંટાળીને નર્મદા મૈયા બ્રિજ પરથી લગાવી દીધી મોતની છલાંગ. જો કે ઘટના સમયે સ્થાનિકોએ નદીમાં માછીમારી નાવિકોનો સંપર્ક કર્યો અને માછીમારોએ તાત્કાલિક કાર્યવાહી કરીને બ્રિજ નીચે પહોંચીને પાણીમાં ડુબી રહેલા યુવકને બચાવી લીધો. યુવક આઘાતમાં હોવાથી કોઈ માહિતી આપી શક્યો નહોતો. ઘટનાની જાણ થતા પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચીને વધુ તપાસ હાથ ધરી. સાથે જ 108ને બોલાવીને યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો.
Continues below advertisement
Tags :
Bharuch