સંઘપ્રદેશ દમણ, દાદરાનગર હવેલીમાં આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન, જુઓ વીડિયો
Continues below advertisement
સંઘપ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મતદાનને ત્રણ કલાક પૂર્ણ થયા છે....દમણ પંચાયતમાં બે કલાકમાં 10.50 ટકા જેટલું મતદાન નોંધાયું છે..તો મ્યુનિસિપલ કાઉંસિલમાં 5.43 ટકા મતદાન નોંધાયું છે..સાંસદ લાલુ પટેલ અને તેમની પત્નીએ પણ મતદાન કર્યું.ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયતના સભ્યો અને પાલિકાની કુલ 439 બેઠક પર 910 ઉમેદવારોનું ભાવી EVMમાં કેદ થશે. સંઘપ્રદેશમાં કુલ 38 ગ્રામ પંચાયતના સરપંચ, 350 ગ્રામ પંચાયતના સભ્ય અને 44 જિલ્લા પંચાયતની બેઠક માટે મતદાન ચાલી રહ્યું છે. આજે મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આવતીકાલે મોટી દમણ સ્થિત આઇટીઆઇ અને સેલવાસના કરાડ ખાતે મત ગણતરી યોજાશે.
Continues below advertisement