Sthanik Swaraj Election: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર, જુઓ લો મતદાન અને પરિણામની તારીખ

રાજ્યમાં  નગરપાલિકા માટે સામાન્ય ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે. રાજ્ય ચૂંટણી પંચના કમિશનર એસ મુરલીકૃષ્ણને  66 નગરપાલિકાની ચૂંટણી માટે તારીખોની જાહેરાત કરી હતી. 66 નગરપાલિકાઓમાં  તારીખ 16 ફેબ્રુઆરીએ મતદાન થશે. 18 ફેબ્રુઆરીએ મતગણતરી કરવામાં આવશે.  27 જાન્યુઆરીએ ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે. ઉમેદવારી પત્રક ભરવીની છેલ્લી તારીખ 1 ફેબ્રુઆરી છે.  ધાનેરા નગરપાલિકાનો ચૂંટણીનો કાર્યક્રમ જાહેર  કરવામાં આવ્યો નથી. 

જૂનાગઢ મહાનગરપાલિકા માટે 16 ફેબ્રુઆરીના રોજ મતદાન થશે. જ્યારે મતગણતરી 18 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવશે. 

મહત્વની તારીખો

ચૂંટણીની જાહેરાતની તારીખ તા 21/01/2025
જાહેરનામું પ્રસિદ્ધ કરવાની તારીખ તા 27/01/2025
ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ તા 01/02/2025
ઉમેદવારી પત્રોની ચકાસણીની તારીખ તા 03/02/2025
ઉમેદવારી પાછી ખેંચી લેવાની છેલ્લી તારીખ 04/02/2025
મતદાનની તારીખ તા.16/02/2025 (રવિવાર) સવારના 7-00 વાગ્યા થી સાંજના 6-00 વાગ્યા સુધી
પુન:મતદાનની તારીખ (જરૂરી જણાય તો) તા.17/02/2025
મતગણતરીની તારીખ તા.18/02/2025
ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ તા.21/02/2025

 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola