Lok Sabha Election 2024 | 'હાઈકમાન્ડને મિસ લીડ કરાઈ રહ્યો છે' ગુજરાતમાં કોંગ્રેસ-AAP ગઠબંધન મુદ્દે ફૈઝલ પટેલનું નિવેદન

Continues below advertisement

Lok Sabha Election 2024 | ભરૂચ લોકસભા બેઠક આમ આદમી પાર્ટીને ફાળવવાના અહેવાલ સામે આવતા જ જિલ્લાના કોંગીજનોમાં નારાજગી જોવા મળી રહી છે. INDIA ગઠબંધનમાં ભરૂચ લોકસભા બેઠક પર AAPના ઉમેદવાર તરીકે અરવિંદ કેજરીવાલે ડેડીયાપાડા-AAPના ધારાસભ્ય ચૈતર વસાવાના નામની જાહેરાત કરી છે. જોકે, ચૈતર વસાવાનું નામ જાહેર થયા બાદ કોંગ્રેસના દિગ્ગજ નેતા મર્હુમ અહેમદ પટેલના પુત્ર ફૈસલ પટેલે ભરૂચ લોકસભા બેઠક પર કોંગ્રેસને જ મોકો આપવામાં આવે તે માટે દિલ્હી હાઇકમાન્ડમાં રજૂઆત કરવામાં આવશે તેવી પ્રતિક્રિયા આપી હતી. આ સાથે જ INDIA ગઠબંધનમાં ભરૂચ બેઠક આમ આદમી પાર્ટીને મળવાથી કોંગ્રેસના અનેક કાર્યકર્તાઓ અને ખુદ ફૈસલ પટેલ પણ નારાજ હોવાનું તેઓએ નિવેદન આપ્યું હતું. જોકે, હજુ ચૂંટણી પહેલા કેટલાક ફેરફાર થવાની શક્યતા છે, ત્યારે ભરૂચ બેઠક પર કોંગ્રેસનો જ ઉમેદવાર ચૂંટણી લડે તેવી લાગણી અને માંગણી સાથે દિલ્હી ખાતે હાઈકમાન્ડને રજૂઆત કરવામાં આવશે. આ રજૂઆત બાદ હાઈકમાન્ડ દ્વારા જે નિર્ણય આવશે તેને માન્ય રાખવામાં આવશે તેવું પણ ફૈઝલ પટેલે જણાવ્યુ હતું.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram