
Mahakumbh 2025: મહાકુંભમાં ગુજરાતી શ્રદ્ધાળુનું મોત | Abp Asmita | 12-2-2025
પ્રયાગરાજમાં આજે મોટી સંખ્યામાં ભાવિકો મહા પૂર્ણિમાના સ્નાન લાભ લેવા એકઠા થાય છે. અહીં નવસારીના વાસંદાથી આવતા એક યુવકનું મૃત્યુ થયું છે. નવસારીના વાંસદાથી 35 વર્ષીય વિવેક પટેલ નામનો યુવક કુંભમાં સંગમ ઘાટમાં સ્નાન કરવા ગયો હતો, જો કે આ સમયે યુવકને ચક્કર આવતા તે અચાનક દ ઢળી પડ્યો હતો. ઘટના બાદ તેમને તાબડતોબ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો હતો પરંતુ તબીબે તેમને મૃત જાહેર કર્યાં. આશાસ્પદ યુવકના મોતના સમાચાર મળતાં પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
આધ્યાત્મિકતા અને સંસ્કૃતિના મિલન સ્થળ મહાકુંભ 2025માં ભક્તોનું પૂર છે. માઘી પૂર્ણિમાએ સંગમ ખાતે સ્નાન કરવા આવેલા શ્રદ્ધાળુઓ પર હેલિકોપ્ટરથી પુષ્પોની વર્ષા કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં 46 થી વધુ ભક્તોએ સ્નાન કર્યું છે. મૃતદેહને વતન લાવવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે. યુવકનું મૃત્યુ હાર્ટ અટેકના કારણે થયું હોવાની આશંકા સેવાઇ રહી છે.