Maharaj Movie Controversy: મહારાજ ફિલ્મ પરનો મનાઈ હુકમ હાઇકોર્ટે રદ્દ કર્યો

Continues below advertisement

મહારાજ ફિલ્મને લઇ ચાલી રહેલા વિવાદ અંગે હાઇકોર્ટમાં આજ રોજ  સતત  ચોથા દિવસે સુવાનણી હાથ ધરાય હતી. હાઇકોર્ટે મહારાજ ફિલ્મ પર મનાઇ હુકમ રદ્દ કર્યો છે. સુનાવણી દરમ્યાન હાઇકોર્ટે નોંધ્યુ કે ફિલ્મમાં કોઇની લાગણી દુભાય એવી કોઇ વાંધા જનક બાબાદ  નથી. જેથી ફિલ્મ રિલીઝ થઇ શકશે.

બોલીવુડના જાણીતા કલાકાર આમિર ખાનનો દિકરો જુનેદ ખાન પણ ફિલ્મોમાં ડેબ્યુ કરવા જઈ રહ્યો છે. જોકે જુનૈદ ખાનની ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ ખૂબ જ ખરાબ રીતે વિવાદોમાં આવી ગઈ છે. આ વિવાદ એટલો વકર્યો છે કે મામલો કોર્ટ સુધી પહોંચી ગયો હતો. જોકે હવે મહારાજ ફિલ્મને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ફિલ્મ પરનો મનાઈ હુકમ કોર્ટે રદ્દ કર્યો છે, જેથી ફિલ્મ રિલીઝથઈ શકશે. ફિલ્મમાં ધાર્મિક લાગણી દુભાય એવી બાબત નહીં હોવાનો કોર્ટનો પ્રથમદર્શી મત છે. હાઇકોર્ટે અવલોકન કરતાં નોંધ્યું અભિવ્યક્તિના બંધારણીય અધિકાર પર યોગ્ય કાયદાકીય અંકુશ વિનાની રોક હોઈ શકે નહીં.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram