Maharaj OTT Controversy: દ્વારકાના ખંભાળિયામાં ફિલ્મ મહારાજને લઈ પુષ્ટિ સંપ્રદાયનો વિરોધ

Continues below advertisement

અભિનેતા આમિરખાનના પુત્ર જુનૈદ ખાન સ્ટારર ફિલ્મ મહારાજને લઈ વિરોધ યથાવત. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં પણ રોષ જોવા મળ્યો. મહાપ્રભુજીની બેઠક પર સમસ્ત પુષ્ટિ સંપ્રદાયના લોકો, વૈષ્ણવોએ વિરોધ પ્રદર્શન કર્યું. બાદમાં જિલ્લા કલેક્ટરને પણ આવેદન પત્ર આપ્યું. અને માગ કરી કે. જો ફિલ્મમાંથી અપમાન જનક શબ્દો દૂર કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

મહારાજ ફિલ્મ કે જેમાં પુષ્ટિ સંપ્રદાય , ભગવાન શ્રીકૃષ્ણના બાબતમાં અને ખોટી વાતો ફેલાવવામાં આવી છે તેમજ ભગવાન શ્રીકૃષ્ણને બાબતે અનેક  બીભતસ ચિત્રણ કરેલ છે. જેના કારણે પુષ્ટિ સંપ્રદાયના લોકોમાં ખૂબ જ રોશની લાગણી જોવા મળી છે ત્યારે દ્વારકા જિલ્લાના ખંભાળિયા ખાતે મહાપ્રભુજી બેઠકથી સમસ્ત પુષ્ટિ સંપ્રદાયના લોકો,  વૈષ્ણવો દ્વારા આ મહારાજ ફિલ્મ નો વિરોધ પ્રદર્શન કરી તેના પર રોક લગાવવા દ્વારકા જિલ્લા કલેક્ટરને આવેદન આપી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું,  ત્યારે જો આ ફિલ્મમાંથી ભગવાન કૃષ્ણને અપમાન જનક કરતા ચીત્રણ શબ્દો દૂર કરવામાં નહીં આવે તો વૈષ્ણવો દ્વારા વધુને વધુ ઉગ્ર આંદોલન સમગ્ર ભારતમાં કરવામાં આવશે તેવી ચીમકી આપી હતી. 

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram