Mahesh Vasava Join Congress: ગુજરાતના રાજકારણને લઈ મોટા સમાચાર
ગુજરાતાના રાજકારણને લઇ મોટા સમાચાર સામે આવ્યા છે. આજે દાહોદમાં કોંગ્રેસની જનઆક્રોશ યાત્રાના સમાપન સમારોહમાં મહેશ વસાવા કોંગ્રેસમાં જોડાશે. દાહોદના કંભોઈ ગામમાં યાત્રાનો સમાપન કાર્યક્રમ છે, જ્યાં મહેશ વસાવા કોંગ્રેસનો ખેસ પહેરી શકે છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા આદિવાસી વિસ્તારમાં પ્રભુત્ત્વ ધરાવતા નેતા મહેશ વસાવા જોડાવવાથી રાજકારણમાં મોટી ઉથલપાથલ થઇ શકે છે.
ગુજરાતના રાજકારણને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય અને આદિવાસી નેતા મહેશ વસાવા આજે કોંગ્રેસમાં જોડાશે. દાહોદના કંબોઈમાં કોંગ્રેસની જનઆક્રોશ યાત્રામાં આજે મહેશ વસાવા કોંગ્રેસમાં સામેલ થશે. મહેશ વસાવા બીટીપીના છોટુ વસાવાના પુત્ર છે. મહેશ વસાવા અગાઉ બીટીપીમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા હતા. જોકે થોડા સમય અગાઉ ભાજપમાંથી પણ રાજીનામું આપી દીધું હતું. ગુજરાતમાં મોટો આદિવાસી પટ્ટો ગણાતા નર્મદા, ભરૂચ, ડેડિયાપાડાની આસપાસના વિસ્તારોમાં હાલ રાજકારણ ગરમાયેલું છે. અહીં પ્રભુત્વ મેળવવા માટે ભાજપ અને આપ તો હરોળમાં હતા જ હવે મહેશ વસાવાના કોંગ્રેસમાં જોડાય છે તો કોંગ્રેસ પણ પોતાનું જોર બતાવશે તેવું નિષ્ણાતો માની રહ્યા છે.