Mahesh Vasava resigns from BJP: છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવાએ ભાજપ સાથે ફાડ્યો છેડો

પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ ભાજપ સાથે છેડો ફાડ્યો છે. મહેશ વસાવા આદિવાસી સુપ્રીમો છોટુ વસાવાના દીકરા છે.   મહેશ વસાવા ઘણા સમય પહેલા ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. હવે પોતાના કામને ન્યાય ન મળતો હોવાનો આરોપ લગાવી મહેશ વસાવાએ ભાજપ છોડવાનો નિર્ણય લીધો છે.  મહેશ વસાવા ડેડિયાપાડાના ધારાસભ્ય રહી ચૂક્યા છે. 

ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપતાં આદિવાસી નેતા તરીકે જાણીતા મહેશ વસાવાએ કહ્યું હતું કે, 'ભાજપમાં કામને ન્યાય નથી મળતો.' જો કે, હવે આક્ષેપો અને નિરાશા સાથે તેમણે ભાજપ પાર્ટી સાથે છેડો ફાડ્યો છે.  મહેશ વસાવા છોટુ વસાવાના પુત્ર છે. મહેશ વસાવા ડેડિયાપાડાથી પૂર્વ ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. 

 

 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola