Mahisagar Hit and Run: મહિસાગર જિલ્લામાં રૂવાડા ઉભા કરી દેતા અકસ્માતના દ્રશ્યો સામે આવ્યા

Continues below advertisement

મહિસાગર જિલ્લામાં રૂવાડા ઉભા કરી દેતા અકસ્માતના દ્રશ્યો સામે આવ્યા. હાલોલ- શામળાજી હાઈવે પર હિટ એંડ રનની ધ્રુજાવી મૂકનારો અકસ્માત થયો. જેમાં કાર ચાલકે બાઈક ચાલકને ટક્કર મારી લગભગ ત્રણથી ચાર કિલોમીટર દૂર સુધી ઢસડ્યો. અકસ્માત બાદ કાર ચાલકે બાઈક અને તેના ચાલકને પૂરઝડપે હાઈવે પર ઢસડવાનું ચાલુ રાખ્યું હતું. આ સમગ્ર ઘટનાનો વીડિયો અન્ય એક વાહન ચાલકે પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કર્યો. આખરે અન્ય વાહનચાલકોએ કાર ચાલકને રોક્યો હતો અને પોલીસને જાણ કરી હતી. ઘટનાને પગલે બાકોર પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને કાર ચાલકની અટકાયત કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં કારનો ચાલક નશામાં ધૂત હોવાનું સામે આવ્યું. કારમાં સવાર કારચાલક મનીષ પટેલ અને સાથે બેઠેલો મેહુલ પટેલ બંને નશાની હાલતમાં પકડાયા છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે કારચાલક મનીષ પટેલ લુણાવાડા તાલુકાનો વતની છે અને તે વડોદરા ખાતે શિક્ષક તરીકે ફરજ બજાવે છે. આ ઘટનામાં બાઈક પર સવાર બે લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમાં 50 વર્ષીય દિનેશભાઈ વર્ગીભાઈ સરેલને ડાબી બાજુ કપાળ અને આંખની બાજુમાં છોલાઈ ગયું હતું અને પેટ ઉપર જમણી બાજુ, નીચેની બાજુ છોલાઈ ગયેલું હતું. તો અન્ય 18 વર્ષીય સુનિલ મચ્છર નામના યુવાનને પણ ગંભીર ઇજા થઇ છે. એકને લુણાવાડા સિવિલ અને બીજાને ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.... 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola