Sabar Dairy Incident : સાબર ડેરીમાં મોટી દુર્ઘટના! બોઈલરની સફાઈ દરમિયાન ગૂંગળામણથી એકનું મોત

Continues below advertisement

સાબરકાંઠા ખાતે આવેલ સાબર ડેરીમાં સાંજના સમયે બોઇલર સાફ કરવા ઉતરેલા ચાર શ્રમિકો પૈકી એક શ્રમિકનો ગૂંગળામણથી મોત થયું તો સાથે ત્રણ શ્રમિકો હાલ સારવાર હેઠળ. સાબર ડેરીના સત્તાધીશો દ્વારા સમગ્ર મામલો છુપાવવાનો પ્રયાસ કરાયો છે.

સાબરકાંઠાની અરવલ્લી જિલ્લાના પશુપાલકોની કરોડરજ્જુ સમાન સાબરડેરી ખાતે આવેલા ડેરી પ્રોડક્ટના પ્લાન્ટમાં આવેલ બોઇલરની સફાઈ કરવા માટે ઉતરેલા ચાર શ્રમિકો પૈકી ત્રણ શ્રમિકોનો શ્વાસ રૂંધાયો અને એક શ્રમિકને હું શ્વાસ રૂંધાવાને કારણે મોત થવા પામ્યું હતું. સમગ્ર મામલો ઉજાગર થાય તે પહેલા જ શ્રમિકોને ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડી દેવામાં આવ્યા હતા પરંતુ સારવાર દરમિયાન એક શ્રમિકનું મોત થયું હતું તો અન્ય ત્રણ શ્રમિકો હાલતો સારવાર લઈ રહ્યા છે. પરંતુ સાબરડેરીના સત્તા દિવસો દ્વારા મીડિયા કે કોઈ અધિકારીઓને ગેટની અંદર પ્રવેશવા દેવામાં આવ્યા ન હતા તેને કારણે સ્પષ્ટ લાગી રહ્યું છે કે સાબર ડેરીના સત્તાધીશો સમગ્ર પ્રકરણને દબાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પ્રથમ દ્રષ્ટિએ જોવામાં આવે તો ઘાયલ શ્રમિકોને નજીકની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા હોય પરંતુ નિયમોને નેવી મૂકી સાબરડેરીના સતાધીશો એ સમગ્ર પ્રકરણને દબાવવા માટે ખાનગી હોસ્પિટલમાં શ્રમિકોને ખસાડી દેવામાં આવ્યા હતા પરંતુ સમગ્ર મામલો ઉજાગર થયો હતો જો કે ત્યાં હાજર રહેલા એચ.આર.ડી મેનેજરને મીડિયા દ્વારા પૂછવામાં આવતા તેઓ ઘટના બન્યા પછી પણ તેઓ કહી રહ્યા છે કે આવી કોઈ ઘટના બની નથી. એચઆરડી મેનેજર હાલ તો કહી રહ્યા છે કે ગેસ ઘડતર થયું નથી સાફ-સફાઈ કરવા ઉતરેલા શ્રમિકોને શ્વાસ લેવામાં તકલીફ થઇ હતી.અને સારવાર અર્થે ખસેડાયા છે.જે પૈકીના એક શ્રમિકનું મોત થવા પામ્યું છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram