માંગરોળ દૂધ ઉત્પાદક મંડળી અચોક્કસ મુદત માટે કરાઇ બંધ, સુમુલના શાસકો પર શું લગાવ્યો આરોપ?
માંગરોળ દૂધ ઉત્પાદક સહકારી મંડળી અચોક્કસ મુદ્દત માટે બંધ કરવામાં આવી હતી. સુમુલ ડેરી દ્વારા આપવામાં આવેલી લોનના હપ્તાના નક્કી કરેલા પૈસા કરતા વધારે કાપવામાં આવતા સંચાલકો દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો. જેના કારણે દૂધ ભરતા સભાસદોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.