Mansukh Vasava Vs Chaitar Vasava: મનસુખ વસાવા અને ચૈતર વસાવા વચ્ચે જાહેરમાં 'તુ..તુ..મેં..મેં..'

Continues below advertisement

Mansukh Vasava Vs Chaitar Vasava: મનસુખ વસાવા અને ચૈતર વસાવા વચ્ચે જાહેરમાં 'તુ..તુ..મેં..મેં..'

ડેડિયાપાડા ટીડીઓ કચેરી ખાતે સામ-સામે આવી ગયેલા ભરુચના ભાજપના સાંસદ મનસુખ વસાવા અને આપના લોકસભા ઉમેદવાર ચૈતર વસાવા વચ્ચે એ હદે તુ તુ મેં મેં અને બોલાચાલી થઇ ગઈ હતી કે જો પોલીસ સમયસર ન પહોંચી હોત તો બંને વચ્ચે હાથાપાઈ થઈ ગઇ હોત. આ ઘટના વખતે બંને જૂથના ટેકેદારો પણ ઉમટી પડ્યાં હતાં અને મામલો ઉગ્ર બની ગયો હતો. 


 દેશમાં અત્યારે લોકસભાની ચૂંટણી ચાલી રહી છે, ગુજરાતમાં ગઇ 7મી મેએ તમામ 26 બેઠકો પર લોકસભાની ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઇ ગયુ છે, ગુજરાતમાં ચૂંટણી પુરી થતાની સાથે હવે જુદાજુદા પક્ષોના નેતાઓ પોતાના અસલ રૂપમાં આવ્યા છે. હાલમાં જ સમાચાર છે કે, ભરૂચ જિલ્લાના બે મોટા નેતા ભાજપના મનસુખ વસાવા અને આપના ચૈતર વસાવા વચ્ચે દબંગાઇની હરિફાઇ શરૂ થઇ છે. બન્ને નેતાઓ વચ્ચે ગજગ્રાહ પરાકાષ્ઠાએ પહોંચ્યા છે, ખાસ વાત છે કે, ચૂંટણી પુરી થતાં જ ડેડીયાપાડા તાલુકા પંચાયત કચેરીમાં ધારાસભ્ય અને સાંસદનો તમાશો સામે આવ્યો છે. બન્ને નેતાઓ એકબીજાને દેખાડી દેવાના મૂડમાં છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram