Mansukh Vasava : મનસુખ વસાવા ફરી વિફર્યા, નેત્રંગમાં બસ સ્ટેશનની જરૂર છે કે શોપિંગ સેન્ટરની?

Mansukh Vasava : મનસુખ વસાવા ફરી વિફર્યા,  નેત્રંગમાં બસ સ્ટેશનની જરૂર છે કે શોપિંગ સેન્ટરની?

સામી ચૂંટણીએ મનસુખ વસાવા ભાજપ નેતાઓ પર જ બગડ્યા. જિ.પંચાયત પ્રમુખ,ભાજપ MLA પર મનસુખ વસાવાના પ્રહાર. બસ સ્ટેશનના બદલે શોપિંગ સેન્ટર મુદ્દે જાહેરમાં રોકડુ પરખાવ્યું. શોપિંગ સેન્ટરના નિર્માણમાં ટકાવારીનો મનસુખ વસાવાનો આરોપ. ટકાવારીની સિસ્ટમ હવે ભાજપમાં પણ આવી. નેત્રંગમાં બસ સ્ટેશનની જરૂર છે કે શોપિંગ સેન્ટર?

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને વડોદરા ભાજપના સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલે કરી સ્પષ્ટ વાત. ચૂંટણી કાર્યાલયના ઉદ્ધાટન સમયે કાર્યકર્તાઓને સંબોધીત કરતા યોગેશ પટેલે સ્પષ્ટ કહ્યું કે બહારના વ્યક્તિને ટિકિટ મળે તો તેની સામે લડવાનું. મહેનત આપણે કરી છે તો તક પણ આપણને જ મળવી જોઈએ તેમ કહીને યોગેશ પટેલે આડકતરી રીતે સ્થાનિકને ટિકિટ આપવાનો પક્ષને સંદેશ આપી દીધો છે. કાર્યકર્તાઓને સંબોધતા યોગેશ પટેલે કહ્યું કે જો કોઈ કાર્યકર્તાને ટિકિટ ન મળતે તો તેમની સાથે અબોલા ન કરશો.. પક્ષને જીતાડવા માટે કામ કરવુ પડશે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola