Mansukh Vasava | ચૈતર વસાવાને જ્યારે મન ફાવે ત્યારે ગમે તેને મારી દેવાનું ...દાદાગીરી તો એ કરે છે..
Gujarat Politics: દેશમાં અત્યારે લોકસભાની ચૂંટણી ચાલી રહી છે, ગુજરાતમાં ગઇ 7મી મેએ તમામ 26 બેઠકો પર લોકસભાની ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઇ ગયુ છે, ગુજરાતમાં ચૂંટણી પુરી થતાની સાથે હવે જુદાજુદા પક્ષોના નેતાઓ પોતાના અસલ રૂપમાં આવ્યા છે. હાલમાં જ સમાચાર છે કે, ભરૂચ જિલ્લાના બે મોટા નેતા ભાજપના મનસુખ વસાવા અને આપના ચૈતર વસાવા વચ્ચે દબંગાઇની હરિફાઇ શરૂ થઇ છે. બન્ને નેતાઓ વચ્ચે ગજગ્રાહ પરાકાષ્ઠાએ પહોંચ્યા છે, ખાસ વાત છે કે, ચૂંટણી પુરી થતાં જ ડેડીયાપાડા તાલુકા પંચાયત કચેરીમાં ધારાસભ્ય અને સાંસદનો તમાશો સામે આવ્યો છે. બન્ને નેતાઓ એકબીજાને દેખાડી દેવાના મૂડમાં છે.
રાજ્યમાં લોકસભા ચૂંટણીમા મતદાન પૂર્ણ થવાને બે અઠવાડિયા થવાં આવ્યા છે તેમ છતાં ભરૂચ લોકસભા બેઠકના ભાજપ અને આપના ઉમેદવાર વચ્ચે જંગ યથાવત છે. જિલ્લાાં અહીં આપના ચૈતર વસાવા અને ભાજપના મનસુખ વસાવા બન્ને વચ્ચે દબંગાઇની હરિફાઇ લાગી, બન્નેમાંથી દંબગ કોણ તે સાબિત કરવા રીતસરના જાહેરમાં બન્ને નેતાઓ નાટક કરી રહ્યાં છે. હાલમાં સામે આવેલી ઘટના એવી છે કે, જિલ્લાના ડેડીયાપાડા તાલુકા પંચાયત પર આપના ઉમેદવાર અને ધારાસભ્ય ચૈતર વસાવા તેમજ ભાજપના ઉમેદવાર અને સાંસદ એવા મનસુખ વસાવાએ શુક્રવારે પૉલિટીકલ ડ્રામા શરૂ કર્યો હતો. મનસુખ વસાવા TDOની ઓફિસમાં સવાલ ઉઠાવીને ચૈતર વસાવા તાલુકા પંચાયત ઑફિસ પહોંચ્યા હતા, તો મનસુખ વસાવાએ બધાને તાલુકા પંચાયતની ઑફિસ પર પહોંચવાનો આમંત્રણ આપવાનો ચૈતરે આરોપ લગાવ્યો હતો. શરમજનક સ્થિતિ પેદા થઇ છે, કેમ કે શાળાના બાળકો પણ નહીં ઝઘડતા હોય એ પ્રકારે સાંસદ અને ધારાસભ્ય જાહેરમાં ઝઘડ્યા હતા. ઝઘડામાં આ બન્ને જણાએ એકબીજાને જોઈ લેવાની ચિમકી પણ ઉચ્ચારી હતી. આ તમામની વચ્ચે સરકારી અધિકારી અને પોલીસની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણીમાં ભરૂચ બેઠક પરથી મનુસખ વસાવા ભાજપના ઉમેદવાર છે, તો ચૈતર વસાવા ઇન્ડિયા ગઠબંધનના આપના ઉમેદવાર છે.