Mansukh Vasava: નર્મદા સંકલન સમિતિની બેઠકમાં મનસુખ વસાવાનો આરોપ

નર્મદા જિલ્લાની સંકલન સમિતિની બેઠકમાં સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ચૈતર વસાવાએ કેટલાક મુદ્દાઓને લઈને કર્યો વિરોધ. ડેડીયાપાડામાં સ્વચ્છતા પખવાડીયા હેઠળ આપવામાં આવનાર ઈ રીક્ષાનો વિરોધ કરીને તપાસની માગ કરી  સાથે જ નાંદોદ તાલુકામાં બોગસ આવકના દાખલાના કૌભાંડ અંગે સાંસદ મનસુખ વસાવા ત્વરીત કાર્યવાહીની માગ કરી. સાંસદ મનસુખ વસાવાએ સવાલ કર્યો કે ખોટા દસ્તાવેજો બનાવી RTEમાં લીધેલા એડમિશન બાબતે આરોપી હજુ કેમ પકડાયા નથી.. આરોપી દર્પણ પટેલ અને તેના સાગરીતોને તાત્કાલિક પકડવા માટે જિલ્લા કલેક્ટર, ડીડીઓ અને નર્મદા ડીએસપીને સૂચના પણ આપી..

નર્મદા જિલ્લા સંકલન સમિતિની મળી બેઠકમા સાંસદ મનસુખ વસાવા,  ધારાસભ્ય ચૈતર વસાવા સહિતના નેતા અને અધિકારીઓ હાજર રહ્યા. બેઠકમાં મનસુખ વસાવા અને ચૈતર વસાવાએ ડેડીયાપાડામાં સ્વચ્છતા પખવાડીયા હેઠળ આપવામાં આવનાર ઈ રીક્ષાનો વિરોધ કરીને તપાસની માગ કરી. સાથે જ નાંદોદ તાલુકામાં આવકના બોગસ દાખલાના કૌભાંડનો મુદ્દો ઉઠાવી સવાલ કર્યો કે, ખોટા દસ્તાવેજો બનાવી RTE હેઠળ લીધેલા એડમિશન બાબતે આરોપીઓ હજુ કેમ પકડાયા નથી...  આરોપી દર્પણ પટેલ અને તેના સાગરીતોને પકડવા માગ કરી.. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola