Banaskantha News : બનાસકાંઠા જિલ્લાના થાવરમાં હજુ પણ અનેક લોકો જીવી રહ્યા છે અંધકારમય જીવન
બનાસકાંઠા જિલ્લાના થાવરમાં હજુ પણ અનેક લોકો જીવી રહ્યા છે અંધકારમય જીવન. વીડિયોમાં જે દ્રશ્યો જોઈ રહ્યાં છો એ જ ગ્રામજનોના છે. જેમને આજદિન સુધી વીજળી જેવી પ્રાથમિક સુવિધા જ નથી મળી. ઝુપડપટ્ટીમાં રહેતા 45થી વધુ પરિવારો અને ચાર એકર જમીનમાં બનાવેલા એકલવ્ય નગરમાં 72 જેટલા ઘરોમાં વીજળીની સમસ્યા છે. સરદાર આવાસ યોજના હેઠળ તેમને મકાન તો ફાળવી દેવામાં આવ્યા છે. પરંતુ 17 વર્ષ વિત્યા છતા હજુ વીજ કનેક્શન આપવામાં આવ્યુ નથી. રાતના અંધારામાં લોકો જીવન ગુજારવા મજબુર બન્યા છે.. તો બાળકોના શિક્ષણ પર પણ અસર થઈ રહી છે. રહિશોની ફરિયાદ છે કે ધાનેરાના ધારાસભ્ય સહિત સંલગ્ન અધિકારીઓને અનેકવાર રજૂઆત કર્યા છતા હજુ સુધી સમસ્યાનું કોઈ નિરાકરણ આવ્યુ નથી.. ગ્રામ પંચાયતમાં ઠરાવ કર્યા છતા વીજળીની સમસ્યાનો ઉકેલ ન આવતા તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરવામાં આવી છે.. તો ધારાસભ્ય માવજી દેસાઈએ પણ વિદ્યુત બોર્ડને રજૂઆત કરી તાત્કાલિક વીજ કનેક્શન મળે તેવા પ્રયાસો કરી રહ્યા છે..