Massive cocaine haul in Gujarat | અંકલેશ્વરમાંથી ઝડપાયું પાંચ હજાર કરોડની કિંમતનું 518 કિલો ડ્રગ્સ

Continues below advertisement

દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ અને ગુજરાત પોલીસે રવિવારે (13 ઓક્ટોબર) ગુજરાતના અંકલેશ્વરમાં અવકાર ડ્રગ્સ લિમિટેડ કંપનીની તપાસ દરમિયાન 518 કિલો કોકેઈન જપ્ત કર્યું. આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત લગભગ 5000 કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે. આ મોટી કાર્યવાહી સંયુક્ત ઓપરેશનમાં કરવામાં આવી છે.

આ પહેલા 1 ઓક્ટોબર, 2024ના રોજ દિલ્હીની સ્પેશિયલ સેલે મહિપાલપુરમાં તુષાર ગોયલ નામના વ્યક્તિના ગોડાઉન પર દરોડો પાડીને 562 કિલોગ્રામ કોકેઈન અને 40 કિલોગ્રામ હાઇડ્રોપોનિક મારિજુઆનાનો જથ્થો જપ્ત કર્યો હતો. તપાસ દરમિયાન 10 ઓક્ટોબર 2024ના રોજ દિલ્હીના રમેશ નગરની એક દુકાનમાંથી લગભગ 208 કિલો વધારાનું કોકેઈન મળી આવ્યું.

પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે જપ્ત કરાયેલ નશીલા પદાર્થો ફાર્મા સોલ્યુશન સર્વિસિસ નામની કંપનીના હતા અને આ નશીલા પદાર્થો ગુજરાતના અંકલેશ્વરની અવકાર ડ્રગ્સ લિમિટેડ કંપનીમાંથી આવ્યા હતા. આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 1,289 કિલો કોકેઈન અને 40 કિલોગ્રામ હાઇડ્રોપોનિક થાઈલેન્ડની મારિજુઆના જપ્ત કરવામાં આવી છે. જેની કિંમત 13,000 કરોડ રૂપિયા છે. કેસની તપાસ ચાલુ છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram