Kutch Fire Incident : ભુજમાં જૂની જેલના કમ્પાઉન્ડમાં વિકરાળ આગ, વાહનોમાં જોરદાર બ્લાસ્ટ
ભુજમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. અહીં જૂની જેલ કમ્પાઉન્ડમાં ભયાનક આગ ફાટી નિકળી છે. ભુજના સરપટ નાકા નજીક આવેલી જૂની જેલના કમ્પાઉન્ડમાં કોઈ કારણોસર ભીષણ આગ ફાટી નિકળી છે. જેલ કમ્પાઉન્ડમાં રાખવામાં આવેલા વાહનો આગની ચપેટમાં આવ્યા છે. આ આગની ઘટનામાં એક પછી એક બ્લાસ્ટ થયા હતા.
આગની ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમે ઘટનાસ્થળ પર પહોંચી હતી. આગ પર કાબૂ મેળવવા માટે પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. બી ડિવિઝન પોલીસ સ્ટેશન નજીક આ ઘટના બની હોવાની માહિતી સામે આવી છે.
આ આગની ઘટના બી ડિવિઝન પોલીસ સ્ટેશનની નજીક બની હતી. જ્યાં બંધ પડેલી જૂની જેલના કમ્પાઉન્ડમાં પોલીસે જપ્ત કરેલા ટુ-વ્હીલર અને અન્ય વાહનો રાખવામાં આવ્યા હતા. આ વાહનોની ટાંકીઓમાં રહેલા પેટ્રોલ અને ડીઝલને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગ લાગતા વાહનોમાં જોરદાર વિસ્ફોટ થયા હતા.