
Mayabhai Ahir : ચાલુ ડાયરામાં લોકસાહિત્યકાર માયાભાઈની તબિયત લથડી, તબિયતને લઈને સૌથી મોટા સમાચાર
Continues below advertisement
Mayabhai Ahir Bad Health : ચાલુ ડાયરામાં લોકસાહિત્યકાર માયાભાઈની તબિયત લથડી, તબિયતને લઈને સૌથી મોટા સમાચાર
પ્રસિદ્ધ લોકસાહિત્યકાર માયાભાઈ આહિરની ચાલુ ડાયરા દરમિયાન તબિયત લથડી હતી. મહેસાણાના કડી તાલુકાના ઝુલાસણ ગામે સોમવારની રાત્રીના માયાભાઈ આહિર સહિતના કલાકારોનો લોકડાયરો યોજાયો હતો. ચાલુ કાર્યક્રમ દરમિયાન જ માયાભાઈને ઓચિંતા છાતીમાં દુઃખાવો ઉપડ્યો હતો. માયાભાઈને છાતીમાં દુઃખાવો ઉપડતા આયોજકોએ પ્રોગામ કરવાની ના પાડી હતી. તેમ છતાં ચાહકો માટે સ્તુતિ ગાવાનો આગ્રહ રાખી તેઓએ સ્ટેજ પરથી ડાયરો પણ ચાલુ કર્યો હતો. દરમિયાન તબિયત વધુ લથડતા સ્ટેજ પરથી જ કહ્યું કે જિંદગીમાં પ્રથમવાર તબિયત બગડી છે, આપ તમામની માફી માંગુ છું.
Continues below advertisement