રાજ્યમાં ક્યારથી કાળઝાળ ગરમી પડશે, હવામાન વિભાગે શું કરી આગાહી?
Continues below advertisement
હવામાન વિભાગે 14 માર્ચથી મહત્તમ તાપમાન 40 ડિગ્રીએ પહોંચવાની આગાહી કરી છે. માર્ચ મહિનાની શરૂઆતથી જ ગરમીની શરૂઆત થઇ ગઇ છે. રાજ્યના કેટલાક શહેરોમાં તાપમાન વધીને 33 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. આજે ડીસામાં 34 ડિગ્રી તાપમાન નોંધાયું.તો અમદાવાદ, સુરત, વડોદરા, ભૂજ, ગાંધીનગર, ભાવનગરમાં 33 ડિગ્રી તાપમાન નોધાયું. જો કે આગામી ચાર દિવસ બાદ ગરમીનો પારો 40 ડિગ્રીએ પહોંચશે તેવી આગાહી કરાઇ હતી.
Continues below advertisement