ABP News

Gujarat Weather Forecast : આગામી 24 કલાક વીજળીના કડાકા સાથે કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી

Continues below advertisement

આગામી 24 કલાક વીજળીના કડાકા ભડાકા સાથે માવઠું પડવાની હવામાન વિભાગે કરી આગાહી. ભાવનગર, અમરેલી, બોટાદમાં હળવાથી મધ્યમ વરસાદ, જ્યારે દક્ષિણ ગુજરાત અને અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી..  15થી 17 એપ્રિલ સુધી રાજ્યના કેટલાક ભાગોમાં હીટવેવની સંભાવના. 

આગામી 24 કલાક વીજળીના કડાકા ભડાકા સાથે માવઠું વરસવાની હવામાન વિભાગે કરી છે આગાહી. હવામાન વિભાગની આગાહી મુજબ ભાવનગર, અમરેલી, બોટાદમાં હળવાથી મધ્યમ વરસાદ, જ્યારે દક્ષિણ ગુજરાત અને અમદાવાદમાં પણ હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.. જો કે 13 અને 14 એપ્રિલે રાજ્યમાં કમોસમી વરસાદની કોઈ શક્યતા હવામાન વિભાગે કરી નથી.15થી 17 એપ્રિલ સુધી હવામાન વિભાગે રાજ્યના કેટલાક ભાગોમાં હીટવેવની આગાહી વ્યક્ત કરી છે.. હવામાન વિભાગ મુજબ 15 એપ્રિલે કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં ગરમીનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.. જ્યારે 16 એપ્રિલે કચ્છ, રાજકોટ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં ગરમીનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola