Rivaba Jadeja Statement: ચાર્જ સંભાળ્યા બાદ મંત્રી રીવાબા જાડેજાનું પહેલું નિવેદન

Continues below advertisement

દાદાના દમદાર નવા મંત્રીમંડળમાં શિક્ષણ રાજ્યમંત્રી તરીકે રીવાબા જાડેજાએ સત્તાવાર રીતે પદભાર સંભાળ્યો. ભારતીય ક્રિકેટર અને પતિ રવિન્દ્રસિંહ જાડેજા અને દીકરી નિધ્યાનાબાની હાજરીમાં રીવાબા જાડેજાએ વિજય મુહૂર્તમાં મંત્રી તરીકે ચાર્જ સંભાળ્યો. ઓફિસમાં પ્રવેશતા પહેલા રીવાબા જાડેજાએ પતિ રવિન્દ્રસિંહ જાડેજા અને દીકરી નિધ્યાનાબાની રાહ જોઈ હતી. ઓફિસમાં પ્રવેશ કરીને ચાર્જ સંભાળે તે પહેલા રીવાબા જાડેજાએ પોતાના કુળદેવી શ્રી આશાપુરા માતાજીની પૂજા-અર્ચના કરી, હોમહવન અને વૈદિક મંત્રોચ્ચાર બાદ મંત્રી તરીકેનો ચાર્જ સંભાળ્યો.. ધનતેરસના દિવસે ચાર્જ સંભાળતા સમયે રીવાબા જાડેજાએ પૂજામાં પોતાની દીકરી નિધ્યાનાબાને સાથે રાખ્યા. સત્તાવાર રીતે ચાર્જ સંભાળ્યા બાદ રીવાબા જાડેજાએ પીએમ મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા સહિત તમામ પદાધિકારીઓનો આભાર માન્યો.  સાથે જ જે જવાબદારી સોંપવામાં આવી છે તે નિષ્ઠા અને પ્રમાણિકતાથી નિભાવવાની અને જ્યાં ખોટ કે ખામી હશે તેને સો ટકા પૂર્ણ કરવાના પ્રયત્ન કરવાની ખાતરી આપી.. એટલુ જ નહીં.. ધનતેરસના દિવસે દીકરીથી મોટી કોઈ ધનપૂજા ન હોવાની વાત કરીને રીવાબા જાડેજાએ કહ્યુ કે માત્ર શિક્ષણમાં જ નહીં પરંતુ તમામ સેક્ટરમાં મહિલાઓ અને દીકરીઓ આગળ વધે તે દિશામાં કામ કરવામાં આવશે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola