મોરબી: પોલીસકર્મીના જન્મદિવસની પાર્ટીમાં ઉડ્યા સોશિયલ ડિસ્ટસિંગના ધજાગરા, ધારાસભ્ય અને અધિક કલેક્ટર પણ હતા ઉપસ્થિત

મોરબીમાં પોલીસકર્મીના જન્મદિવસ પાર્ટીમાં સોશિયલ ડિસ્ટન્સિંગ અને કોવિડ 19ની ગાઈડલાઈનના ધજાગરા ઉડ્યા હતા. જેનો વીડિયો વાયરલ થયો છે.   પોલીસકર્મી દેવેન ના જન્મદિવસ ઉજવણી કરાઈ હતી અને ઉજવણીમાં તમામ લોકો ગરબે રમ્યા હતા. આ પાર્ટીમાં મોરબી ધારાસભ્ય બ્રિજેશ મેરજા, અધિક કલેકટર કેતન જોશી, લોકગાયક જીગ્નેશ બારોટ,  નગરપાલિકાના અધિકારીઓ પણ હાજર રહ્યાં હતા.  સામાન્ય માણસો માટેના કડક કોરોના મહામારીના કાયદાનનો મોરબીમાં છડે ચોક ઉલળીયો જોવા મળ્યો હતો. મોરબીના સ્કાય મોલ ખાતે આવેલા હોલમાં ગત તા. 27 ડિસેમ્બર ના રોજ કાર્યક્રમ  કરવામાં આવ્યો હતો. પોલીસ કર્મી દેવેન  હાલ અમદાવાદ ખાતે ફરજ બજાવી રહ્યો છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola