Sabarkantha News: ખેડૂતોને વગર વ્યાજે લોન આપવા MLA ધવલસિંહ ઝાલાએ બેંકના ચેયરમેનને લખ્યો પત્ર
'અતિવૃષ્ટિનો ભોગ બનેલા ખેડૂતોને મળવી જોઈએ વગર વ્યાજની લોન...' આ માગ પ્રબળ બની છે.. હવે આ માગ કરી છે અરવલ્લીના બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ... બે દિવસ પહેલાં રાજકોટ જિલ્લા સહકારી બેંકના ચેરમેન અને ભાજપ ધારાસભ્ય જયેશ રાદડિયાએ કર્યું હતું એલાન કે, રાજકોટ અને મોરબી જિલ્લાના ખેડૂતોને વગર વ્યાજની આપીશું લોન.. તે પણ કોઈ ગેરંટી લીધા વિના. રાજકોટ જિલ્લા સહકારી બેંકની આ જાહેરાત બાદ ગઈકાલે સુરતના ખેડૂત આગેવાન જયેશ દેલાડે પણ માગ કરી હતી કે, સુરત જિલ્લા સહકારી બેંક પણ સુરત અને તાપી જિલ્લાના ખેડૂતોને વગર વ્યાજની લોન આપે.. હવે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ માગ કરી કે રાજકોટની જેમ સાબરકાંઠા જિલ્લા સહકારી બેંક પણ ખેડૂત ખાતેદારોને 50 હજારથી 1 લાખ સુધીની વગર વ્યાજની લોન આપે... ધવલસિંહે તો આરોપ લગાવ્યો કે, બેંકના ચેરમેન અને ડિરેક્ટરો પોતાના મળતિયાઓને જ લોન આપે છે.