Ahmedabad News । અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદ
Ahmedabad News । અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદ
અમદાવાદમાં કૉંગ્રેસ ભવન પર પથ્થરમારામાં એફઆઇઆર નોંધવામાં આવી છે. કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે આ મામલે ફરિયાદ નોંધાવી હતી,
અમદાવાદમાં કૉંગ્રેસ ભવન પર પથ્થરમારામાં એફઆઇઆર નોંધવામાં આવી છે. કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે આ મામલે ફરિયાદ નોંધાવી હતી. અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ બજરંગ દળના 12 કાર્યકરો સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. બજરંગદળના જ્વલિત મહેતા,ઋત્વિક શાહ,ચિંતન લોધા વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. કૉંગ્રેસ કાર્યાલયમાં તોડફોડ,મારામારી કરવા બદલ ફરિયાદ નોંધાઇ હતી.
ધારાસભ્ય શૈલેશ પરમારે બજરંગ દળના જ્વલિત મહેતા, ઋત્વિક શાહ, ચિંતન લોધા સહિતની 12 સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આરોપ છે કે બે જૂલાઇના રોજ સવારે ચાર વાગ્યે બજરંગ દળના કાર્યકર્તાઓએ કાળી શાહી ફેંકી વિરોધ નોંધાવ્યો હતો..જેથી કોંગ્રેસ કાર્યાલયમાં ઘૂસી તોડફોડ અને મારામારી બદલ ફરિયાદ નોંધવામાં આવી છે.
નોંધનીય છે કે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીના હિન્દુઓ પર નિવેદનને લઇને અમદાવાદમાં ભાજપે કોંગ્રેસ કાર્યાલય પર વિરોધ કર્યો હતો. કોંગ્રેસ કાર્યાલય પર ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો સામ સામે આવી ગયા હતા. અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય પર મોટી ધમાલ મચાવી હતી. ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો સામ સામે આવી ગયા હતા. કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો વચ્ચે જોરદાર પથ્થરમારો થયો હતો. તેઓએ એકબીજા પર પથ્થરમારાની સાથે કાચની બોટલો પણ ફેંકી હતી.
પોલીસે આ મામલે અનેક કાર્યકરોની અટકાયત કરી હતી. પથ્થરમારામાં એક પોલીસ કર્મચારીને ઇજા પહોંચી હતી. કોંગ્રેસના પ્રગતિ આહીર સાથે પણ પોલીસની ઝપાઝપી થઇ હતી. કોંગ્રેસના નેતાઓએ ભાજપને પડકાર ફેંક્યો હતો. ભાજપે પડકાર ઝીલી કોંગ્રેસ કાર્યાલય પર ધમાલ મચાવી હતી. ગાંધીનગર શહેર ભાજપે કોંગ્રેસ કાર્યાલય ખાતે વિરોધ કરવાનો કાર્યક્રમ આપ્યો હતો. ભાજપના કોંગ્રેસ કાર્યાલય ખાતે વિરોધને લઇ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. ભાજપના શહેર પ્રમુખ સહિત આગેવાનો કોંગ્રેસ કાર્યાલય પહોંચવાની શરૂઆત કરી હતી. પોલીસ મંજૂરી વિના આયોજિત ભાજપના વિરોધ કાર્યક્રમને લઈ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.