Monsoon 2026 : સેટેલાઇટ તસવીરમાં ચોમાસાના વાદળ ગાયબ

Continues below advertisement

Monsoon 2026 : સેટેલાઇટ તસવીરમાં ચોમાસાના વાદળ ગાયબ 

દેશના એક મોટાભાગની સેટેલાઈટ તસવીરોમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાના વાદળો ગાયબ થવા લાગ્યા છે. બીજી તરફ દક્ષિણ અને મધ્ય ભારતના ઘણાં ભાગો સુધી ચોમાસાના આગમન છતાં દેશના મોટા ભૂભાગ પર વરસાદમાં ભારે ઘટાડો નોંધાયો છે. હવામાન વિભાગની લેટેસ્ટ માહિતી મુજબ 4થી 15 જૂન વચ્ચે દેશમાં માત્ર 19.2 મીમી વરસાદ થયો. જ્યારે આ સમયગાળા માટે સામાન્ય વરસાદ 53.7 મીમી માનવામાં આવે છે. એટલે કે દેશભરમાં અત્યાર સુધીમાં 64 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. 15 જૂને ઈનસેટ- 3ડીએસ ઉપગ્રહ લેવાયેલી તસવીરોમાં સ્થિતિ વધુ સ્પષ્ટ દેખાય છે. સક્રિય ચોમાસા દરમિયાન સામાન્ય રીતે દેખાતી વાદળોની વિશાળ પટ્ટીને બદલે દ્વીપકલ્પ અને મધ્ય ભારતનો મોટો ભાગ સાફ દેખાઈ રહ્યો છે. સૌથી વધુ વાદળની ગતિવિધી હિમાલયના વિસ્તારો, ઉત્તર-પૂર્વ ભારત અને ઈન્ડો-ગંગાના મેદાની વિસ્તારના ઉત્તરમાં કેન્દ્રિત છે. બીજી તરફ ચોમાસાની અરબી સમુદ્રની શાખા નબળી અને વિખરાયેલી જોવા મળી રહી છે. ગુજરાતમાં તો આમ તો સામાન્ય રીતે 15 જૂન સુધીમાં ચોમાસું બેસી જતું હોય છે. પરંતું આ વર્ષે તેની ગતિ ધીમી પડતા હજુ એન્ટ્રી થઈ નથી. હવામાન વિભાગના અંદાજ મુજબ 23 જૂન આસપાસ દક્ષિણ ગુજરાતમાં ચોમાસાનું આગમન થશે. તો સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં 25 જૂન બાદ ચોમાસું સક્રિય થઈ શકે છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola